બેલડાંગાના ઉત્તરપરા વિસ્તારમાં તેમના ઘરના ધાબા પરથી કોહિનૂર બેગમ કહે છે, “મારા અબ્બુ [પિતા] વેતન કામદાર હતા, પરંતુ માછીમારી કરવી એ તેમના જીવનનો પ્રેમ હતો. તેઓ કોઈક રીતે એક કિલો ચોખા માટે પૈસાની વ્યવસ્થા કરતા અને પછી… તેઓ દિવસભર માટે ગાયબ થઇ જતા! મારાં અમ્મી [માતા] ને બાકીની બધી બાબતોનો સામનો કરવો પડતો હતો.”

“અને કલ્પના કરો, તે એક કિલો ચોખામાંથી, મારાં અમ્મીએ ચાર બાળકો, અમારાં દાદી, મારા પિતા, એક કાકી અને તેમના પોતાના ખાવાનો બંદોબસ્ત કરવો પડતો હતો.” તેઓ થોડો વિરામ લે છે અને પછી કહે છે, “આ બધા પછી પણ, મારા અબ્બુમાં માછલીને નાખવા માટે થોડા ચોખા માંગવાની પણ હિંમત હતી. એ માણસે અમને હેરાન કરી મૂક્યા હતા.”

55 વર્ષીય કોહિનૂર આપા [બહેન], બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં આવેલી જાનકી નગર પ્રાથમિક વિદ્યાલયમાં મધ્યાહન ભોજનનાં રસોઈયણ છે. પોતાના ફાજલ સમયમાં તેઓ બીડી વાળે છે અને આ કામ કરતી અન્ય મહિલાઓના અધિકારો માટે પણ ઝુંબેશ ચલાવે છે. મુર્શિદાબાદમાં, બીડીઓ વાળવા જેવું થકવી નાખનારું કામ સૌથી ગરીબ મહિલાઓ કરે છે. નાનપણથી જ તમાકુના સતત સંપર્કમાં રહેવાથી તેમના સ્વાસ્થ્યને પણ મોટું જોખમ રહેલું છે. વાંચો: ધુમાડો થઈ જતું મહિલા બીડી કામદારોનું સ્વાસ્થ્ય.

2021માં ડિસેમ્બરની એક સવારે, કોહિનૂર આપા બીડી કામદારો માટેના અભિયાનમાં ભાગ લીધા પછી આ પત્રકારને મળ્યાં હતાં. પાછળથી, વધુ હળવા મિજાજમાં કોહિનૂરે તેમના બાળપણ વિષે વાત કરી અને પોતે રચેલું એક ગીત પણ ગાયું - બીડી કામદારોના તનતોડ કામ કામની અને શોષણકારી પરિસ્થિતિઓ પરનું ગીત.

કોહિનૂર આપાના કહેવા પ્રમાણે, જ્યારે તેઓ નાનાં હતાં, ત્યારે તેમના પરિવારની ખરાબ આર્થિક પરિસ્થિતિને કારણે ઘરમાં ઘણી બોલાચાલી થતી હતી. તે યુવતી માટે તે અસહ્ય હતું. તેઓ કહે છે, “ એક સવારે, ઘરની સામાન્ય કથળેલી પરિસ્થિતિમાં, કોલસા, ગાયના છાણ અને લાકડાથી માટીના ચૂલા તૈયાર કરતી વખતે મે મારી અમ્મીને રડતી જોઈ. તેમની પાસે રાંધવા માટે કોઈ અનાજ બચ્યું ન હતું. તે વખતે હું માત્ર નવ વર્ષની હતી.”

ડાબે: કોહિનૂર બેગમ તેમનાં માતા સાથે જેમના સંઘર્ષે તેમને સમાજમાં પોતાનું સ્થાન મેળવવા માટે લડવાની પ્રેરણા આપી હતી. જમણે: બેરહામપુર, મુર્શિદાબાદમાં ડિસેમ્બર 2022માં રેલીનું નેતૃત્વ કરતાં કોહિનૂર. છબી સૌજન્ય: નશીમા ખાતુન

નવ વર્ષના બાળકને તે સમયે એક વિચાર આવ્યો. તેઓ ગર્વથી યાદ કરે છે, “હું કોલસાના એક મોટા ડેપોના માલિકની પત્નીને મળવા દોડી ગઈ અને તેમને પૂછ્યું, ‘কাকিমা, আমাকে এক মণ করে কয়লা নিয়ম রোজ? [કાકીમા અમકે એક મોણ કોરે કોયલા દેબે રોજ? 'માસી, તમે મને રોજ એક મણ કોલસો આપશો?’]. થોડી સમજાવટ પછી, તે મહિલા સંમત થયાં અને મેં તેમના ડેપોમાંથી અમારા ઘેર રિક્ષામાં કોલસો લાવવાનું શરૂ કર્યું. હું ભાડા પેટે 20 પૈસા ખર્ચતી હતી.”

તેઓ 14 વર્ષનાં થયાં ત્યાં સુધી જીવન આ રીતે ચાલતું રહ્યું. કોહિનૂર ઉત્તરપરા ગામમાં અને અન્ય નજીકના વિસ્તારોમાં સ્ક્રેપ કોલસો વેચતાં હતાં; તેઓ તેમના કુમળા ખભા પર એક સાથે 20 કિલો વજન વહન કરતાં હતાં. તેઓ કહે છે, “હું બહુ ઓછી કમાણી કરી શકતી હોવા છતાં, તેનાથી મારા પરિવારને ભોજન મેળવવામાં મદદ મળી હતી.”

તેઓ મદદ કરી શક્યાં તે બદલ ખૂશ અને સંતોશમંદ હોવા છતાં, કોહિનૂરને લાગ્યું કે તેઓ જીવનથી હારી રહ્યાં છે. તેઓ કહે છે, “રસ્તા પર કોલસો વેચતી વખતે, હું શાળાએ જતી છોકરીઓ અને મહિલાઓને તેમના ખભા પર બેગ લઈને કૉલેજ અને ઑફિસે જતી જોતી હતી. મને મારા પોતાના માટે દિલગીરી થવા લાગી.” તેમનો અવાજ ભારે થવા લાગે છે, પરંતુ તેઓ તેમના આંસુઓને પાછળ ધકેલીને ઉમેરે છે, “કાશ હું પણ મારા ખભા પર બેગ લઈને ક્યાંક જઈ શકી હોય…”

તે સમયે તેમનાં પિતરાઈએ કોહિનૂરને નગરપાલિકા દ્વારા આયોજિત મહિલાઓ માટેના સ્થાનિક સ્વ-સહાય જૂથોનો પરિચય કરાવ્યો. “વિવિધ ઘરોમાં કોલસો વેચતી વખતે, હું ઘણી સ્ત્રીઓને મળી. મને તેમની મુશ્કેલીઓ વિષે જાણ થઈ. મેં નગરપાલિકાને આગ્રહ કર્યો કે તેઓ મને આયોજકોમાંનાં એક તરીકે સ્વીકારે.”

જો કે, સમસ્યા તેમનાં પિતરાઈએ જણાવી તેમ, એ હતી કે કોહિનૂરે ઔપચારિક શિક્ષણ મેળવ્યું નહોતું અને તેથી તેમને હિસાબની ચોપડીઓનું સંચાલન કરતી નોકરી માટે અયોગ્ય માનવામાં આવતાં હતાં.

તેઓ કહે છે, “મારા માટે આ કોઈ મોટી સમસ્યા નહોતી. હું હિસાબ રાખવામાં અને ગણતરી કરવામાં ઘણી સારી છું. આ બધું મે સ્ક્રેપ કોલસો વેચતી વખતે શીખ્યું હતું.” તેઓ ભૂલો નહીં કરે તે બાબતે તેમને ખાતરી આપતાં, કોહિનૂરે કહ્યું કે તેમની એકમાત્ર વિનંતી એ છે કે તેઓ ડાયરીમાં બધું લખવા તેમનાં પિતરાઈની મદદ મેળવે. “બાકીનું હું સંભાળી લઈશ.”

Kohinoor aapa interacting with beedi workers in her home.
PHOTO • Smita Khator
With beedi workers on the terrace of her home in Uttarpara village
PHOTO • Smita Khator

ડાબે: કોહિનૂર આપા તેમના ઘેર બીડી કામદારો સાથે વાતચીત કરતી વેળાએ. જમણે: ઉત્તરપરા ગામમાં તેમના ઘરના ધાબા પર બીડી કામદારો સાથે

અને તેમણે એવું કર્યું પણ ખરું. સ્થાનિક સ્વ-સહાય જૂથો માટે કામ કરવાથી કોહિનૂરને આમાંની મોટાભાગની મહિલાઓને વધુ સારી રીતે જાણવાની તક મળી હતી - જેમાંથી ઘણી મહિલાઓ બીડી વાળવાનું કામ કરતી હતી. તેઓ બચત કરવાનું, નાણા ભંડોળ બનાવવાનું, તેમાંથી ઉધાર લેવાનું અને ચૂકવણી કરવાનું શીખ્યાં.

જો કે કોહિનૂર માટે પૈસા માટેનો સંઘર્ષ ચાલુ રહ્યો. તેઓ કહે છે કે જમીન પરનું કામ તેમના માટે “મૂલ્યવાન અનુભવ” બની ગયું કારણ કે “હું રાજકીય રીતે જાગૃત બની રહી હતી. જો હું કંઇક ખોટું જોઉં તો, હું હંમેશાં લોકો સાથે દલીલબાજી કરતી. મેં ટ્રેડ યુનિયનના કાર્યકરો સાથે ગાઢ સંબંધો બનાવ્યા હતા.”

જો કે, આ તેમના પરિવાર અને સંબંધીઓને આ પસંદ નહોતું પડ્યું. “તેથી, તેમણે મને પરણાવી દીધી.” 16 વર્ષની વયે તેમના લગ્ન જમાલુદ્દીન શેખ સાથે થયા હતા. આ દંપતીને ત્રણ બાળકો છે.

સદભાગ્યે, આ લગ્ને કોહિનૂર આપાને તેમનું ગમતું કામ કરવાથી રોક્યાં ન હતાં. તેઓ કહે છે, “હું મારી આસપાસની દરેક વસ્તુનું નિરીક્ષણ કરતી રહી. મારા જેવી મહિલાઓના અધિકારો માટે કામ કરતી પાયાની સંસ્થાઓની હું પ્રશંસક છું અને તેમની સાથે મારું જોડાણ સતત વધતું રહ્યું.” જમાલુદ્દીન પ્લાસ્ટિક અને કચરો એકઠો કરવાનું કામ કરે છે અને કોહિનૂર શાળામાં અને મુર્શિદાબાદ ડિસ્ટ્રિક્ટ બીડી મઝદુર એન્ડ પેકર્સ યુનિયન સાથે કામ કરવામાં વ્યસ્ત રહે છે, જ્યાં તેઓ બીડી વાળનારાઓના અધિકારોની હિમાયત કરે છે.

તેઓ પાસેની બોટલમાંથી થોડું નાળિયેરનું તેલ તેમની હથેળી પર રેડતાં કહે છે, “ફક્ત રવિવારે સવારે જ મને થોડો સમય મળે છે.” તેઓ તેમના જાડા વાળ પર તેલ લગાવે છે અને પછી તેના પર કાળજીપૂર્વક કાંસકો ફેરવે છે.

તૈયાર થઈને, કોહિનૂર તેમનું માથું દુપટ્ટાથી ઢાંકે છે અને તેમની સામેના નાના અરીસામાં જુએ છે, “[મને આજે ગીતો ગાવાનું મન થાય છે] একটা বিড়ি বাঁধাইয়ের গান শোনাই… Ekta beedi-bandhai-er gaan shonai… [મને બીડી વાળનારાં પરનું એક ગીત ગાવા દો...]”

વિડિઓ જુઓ: કોહિનૂર આપાનાં મજૂરીનાં ગીતો

বাংলা

একি ভাই রে ভাই
আমরা বিড়ির গান গাই
একি ভাই রে ভাই
আমরা বিড়ির গান গাই

শ্রমিকরা দল গুছিয়ে
শ্রমিকরা দল গুছিয়ে
মিনশির কাছে বিড়ির পাতা আনতে যাই
একি ভাই রে ভাই
আমরা বিড়ির গান গাই
একি ভাই রে ভাই
আমরা বিড়ির গান গাই

পাতাটা আনার পরে
পাতাটা আনার পরে
কাটার পর্বে যাই রে যাই
একি ভাই রে ভাই
আমরা বিড়ির গান গাই
একি ভাই রে ভাই
আমরা বিড়ির গান গাই

বিড়িটা কাটার পরে
পাতাটা কাটার পরে
বাঁধার পর্বে যাই রে যাই
একি ভাই রে ভাই
আমরা বিড়ির গান গাই
ওকি ভাই রে ভাই
আমরা বিড়ির গান গাই

বিড়িটা বাঁধার পরে
বিড়িটা বাঁধার পরে
গাড্ডির পর্বে যাই রে যাই
একি ভাই রে ভাই
আমরা বিড়ির গান গাই
একি ভাই রে ভাই
আমরা বিড়ির গান গাই

গাড্ডিটা করার পরে
গাড্ডিটা করার পরে
ঝুড়ি সাজাই রে সাজাই
একি ভাই রে ভাই
আমরা বিড়ির গান গাই
একি ভাই রে ভাই
আমরা বিড়ির গান গাই

ঝুড়িটা সাজার পরে
ঝুড়িটা সাজার পরে
মিনশির কাছে দিতে যাই
একি ভাই রে ভাই
আমরা বিড়ির গান গাই
একি ভাই রে ভাই
আমরা বিড়ির গান গাই

মিনশির কাছে লিয়ে যেয়ে
মিনশির কাছে লিয়ে যেয়ে
গুনতি লাগাই রে লাগাই
একি ভাই রে ভাই
আমরা বিড়ির গান গাই
একি ভাই রে ভাই
আমরা বিড়ির গান গাই

বিড়িটা গোনার পরে
বিড়িটা গোনার পরে
ডাইরি সারাই রে সারাই
একি ভাই রে ভাই
আমরা বিড়ির গান গাই
একি ভাই রে ভাই
আমরা বিড়ির গান গাই

ডাইরিটা সারার পরে
ডাইরিটা সারার পরে
দুশো চুয়ান্ন টাকা মজুরি চাই
একি ভাই রে ভাই
দুশো চুয়ান্ন টাকা চাই
একি ভাই রে ভাই
দুশো চুয়ান্ন টাকা চাই
একি মিনশি ভাই
দুশো চুয়ান্ন টাকা চাই।

ગુજરાતી

સાંભળો ભાઈ સાંભળો
ગાતાં અમે અહીં
આ બીડીનું ગીત
સાંભળો ભાઈ સાંભળો
ગાઈએ બીડીનું ગીત.

ભેગા થયા મજૂર જણ
ભેગા થયા મજૂર જણ
મુનશી [વચેટિયા]ની પાસ લેવા બીડી-પાંદડાં ગયા,
સાંભળો ભાઈ સાંભળો
ગાઈએ અમે આજ
આ બીડીનું ગીત
સાંભળો ભાઈ સાંભળો
ગાતાં બીડીનું ગીત.

પાંદડાં અમે લાવીએ છીએ
પાંદડાં અમે લાવીએ છીએ
અને કાપવા માટે બેસીએ છીએ
સાંભળો ભાઈ સાંભળો
ગાઈએ અમે આજ
આ બીડીનું ગીત
સાંભળો ભાઈ સાંભળો
ગાતાં બીડીનું ગીત.

બીડીઓ કાપી  પછી
પાંદડાં કાપ્યા પછી
અમે જો વીંટયા છે રોલ.
સાંભળો ભાઈ સાંભળો
ગાઈએ અમે આજ
આ બીડીનું ગીત
સાંભળો ભાઈ સાંભળો
ગાતાં બીડીનું ગીત.

બીડીઓ વાળી પછી
બીડીઓ વાળી પછી
બીડીઓના બંડલ બનાવીયા હો જી
સાંભળો ભાઈ સાંભળો
ગાઈએ અમે આજ
આ બીડીનું ગીત
સાંભળો ભાઈ સાંભળો
ગાતાં બીડીનું ગીત.

ગદ્દીઓ [બંડલ] થઈ ગઈ
એકવાર બંડલ થઈ જાય
પછી અમે  ટોપલી ભરતાં જી
સાંભળો ભાઈ સાંભળો
ગાઈએ અમે આજ
આ બીડીનું ગીત
સાંભળો ભાઈ સાંભળો
ગાતાં બીડીનું ગીત.

અમે ઝુરીઓ [ટોપલીઓ] ભરી પછી
અમે ટોપલીઓ ભરી
અમે મુનશીની પાસે લઈ ચાલિયાં જી.
સાંભળો ભાઈ સાંભળો
ગાઈએ અમે આજ
આ બીડીનું ગીત
સાંભળો ભાઈ સાંભળો
ગાતાં બીડીનું ગીત.

મુનશીના ઘેર અમે
મુનશીના ઘેર અમે
છેલ્લી ગણતરી કરીએ મુનશીના ઘેર
સાંભળો ભાઈ સાંભળો
ગાઈએ અમે આજ
આ બીડીનું ગીત
સાંભળો ભાઈ સાંભળો
ગાતાં બીડીનું ગીત.

ગણતરી થઇ પૂરી
ગણતરી પૂરી થઈ
ડાયરી બહાર લાવી અમે લખાતા જી.
સાંભળો ભાઈ સાંભળો
ગાઈએ અમે આજ
આ બીડીનું ગીત
સાંભળો ભાઈ સાંભળો
ગાતાં બીડીનું ગીત.

ભરાઈ ગઈ ડાયરી
ભરાઈ ગઈ ડાયરી
અમારું વેતન ચૂકવો જી
સાંભળો અમારો જપ જી.
સાંભળો ભાઈ
પૈસા સાટુ થઇ અમે જપ કરીએ
બે વાર એકસો ને ચોપન રોકડા જી,
સાંભળો મુનશી, આની કરો  વ્યવસ્થા.
બસોને ચોપન રૂપિયા રોકડા જી
બસ આટલું જ અમને જોઈએ જી
સાંભળો મુનશી, ઓ મુનશી સાંભળો જી.

ગીત સૌજન્ય:

બંગાળી ગીત: કોહિનૂર બેગમ

અનુવાદક: ફૈઝ મોહંમદ

Smita Khator
smita.khator@gmail.com

Smita Khator, originally from Murshidabad district of West Bengal, is now based in Kolkata, and is Translations Editor at the People’s Archive of Rural India, as well as a Bengali translator.

Other stories by Smita Khator
Editor : Vishaka George

Vishaka George is a Bengaluru-based Senior Reporter at the People’s Archive of Rural India and PARI’s Social Media Editor. She is also a member of the PARI Education team which works with schools and colleges to bring rural issues into the classroom and curriculum.

Other stories by Vishaka George
Video Editing : Shreya Katyayini

Shreya Katyayini is a Video Coordinator at the People's Archive of Rural India, and a photographer and filmmaker. She completed a master's degree in Media and Cultural Studies from the Tata Institute of Social Sciences, Mumbai, in early 2016.

Other stories by Shreya Katyayini
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

Other stories by Faiz Mohammad