આ લેખ પારીની ક્લાઈમેટ ચેન્જ (વાતાવરણના ફેરફારો) ને લગતા લેખોની શૃંખલામાંથી, જેને ૨૦૧૯ની એનવાયરનમેન્ટ રિપોર્ટિંગ ની શ્રેણીમાં રામનાથ ગોયેન્કા એવોર્ડ ૨૦૧૯ એનાયત થયો છે.
ગુણવંતના ઘરનું છાપરું ભલે તેમના માથે નથી પડ્યું, પરંતુ એણે ગુણવંતને એમના ખેતરમાં જરૂર દોડાવ્યા હતા. . તેમના દિમાગમાં તે દ્રશ્ય આજે પણ તાજું છે. “અમારા ખેતરના છેડા ઉપર પડેલ પતરાનું છાપરું ફાટી ગયું અને ઉડીને મારી તરફ આવ્યું” તે યાદ કરે છે, “હું ઘાસના ઢગલા નીચે સંતાઈ ગયો અને ઘાયલ થતા રહી ગયો.”
છાપરું કઈ રોજ થોડું તમારી પાછળ પડતું હોય છે. અંબુલગા ગામમાં ગુણવંત હુલસુલકર જે છાપરાથી ભાગી રહ્યા હતા,તે આજ વર્ષે એપ્રિલમાં કરાની સાથે આવેલ જીવલેણ પવનના તોફાનમાં તૂટી ગયું હતું.
ઘાસના ઢગલામાંથી બહાર આવતી વખતે 36 વર્ષના ગુણવંત નીલંગા તાલુકામાં આવેલ પોતાના ખેતરને મુશ્કેલીથી ઓળખી શક્યા હતા. તેઓ ઝાડ ઉપર કરાનાં નિશાન બતાવીને કહે છે, “તે 18-20 મિનિટથી વધારે નહીં રહ્યું હોય .પરંતુ ઝાડ પડી ગયાં હતાં, મરેલાં પક્ષીઓ આમતેમ વિખરાયેલાં પડેલાં હતાં, અને અમારા પશુધન ખરાબ રીતે ઘાયલ થયાં હતાં.”
અબૂલંગામાં પોતાના પથ્થર અને કન્ક્રિટ થી બનેલા બે કમરા વાળાઘરના બહાર આવેલ સીડીઓ ઉપર બેસીને તેમનાં 60 વર્ષનાં મા ધોંડાબાઈ કહે છે, “દર 16-18 મહિનામાં કરા અથવા કમોસમ વરસાદ જરૂર થાય છે.” . 2001 માં તેમના પરિવારે 11 એકર જમીનમાં દાળ(અડદ અને મગ )ની ખેતીને છોડીને આંબાના અને જામફળના બગીચો બનાવ્યો. “અમારે ઝાડની દેખભાળ પુરા વર્ષ દરમિયાન કરવી પડે છે, પરંતુ થોડાક જ સમયની ખરાબ આબોહવાના કારણે અમારું રોકણ નાશ પામે છે.”
આ વર્ષે જે ઘટના થઇ તે પહેલી વાર ન હતી, મુસળધાર વરસાદ અને કરા પડવાની ઘટનાઓ સહીત ખરાબ વાતાવરણની ઘટનાઓ આ વિસ્તારમાં છેલ્લા એક દાયકાથી જોવા મળી રહી છે. અંબુલંગા માં ઉદ્ધવ બિરાદારનો એક એકરનો આંબાઓનો બગીચો પણ 2014 માં પડેલ કરામાં નાશ પામ્યો હતો. ”મારી પાસે 10-15 ઝાડ હતા. તે વાવાઝોડામાં નાશ પામ્યા. મેં તેમને ફરીથી જીવતા કરવાનો કોઈ પ્રયત્ન કર્યો ન હતો” તેમણે કહ્યું.
“કરા પડવાનું ચાલુ છે” 37 વર્ષના બિરાદાર કહે છે કે “2014 માં આવેલ વાવાઝોડા પછી ઝાડોને જોવું દર્દનાક હતું. તમે તેને રોપો પછી તેની દેખરેખ રાખો અને પછી તે મિનિટોમાં જ બરબાદ થઈ જાય. મને નથી લાગતું કે આ કામ હું ક્યારે પણ બીજીવાર કરી શકીશ.”
કરા? તે પણ મરાઢાવાડા વિસ્તારના લાતુર જિલ્લામાં? આ એક એવો વિસ્તાર છે જ્યાં સમગ્ર વર્ષ દરમિયાન અડધા કરતા વધુ દિવસો 32 ડિગ્રી અથવા તેના કરતા વધુ તાપમાન રહે છે. આ વર્ષે એપ્રિલના પ્રથમ અઢવાડિયામાં જયારે કરા પડ્યા ત્યારે તાપમાન 41 થી 43 ડિગ્રી વચ્ચે નોંધવામાં આવ્યું હતું.
પરંતુ દરેક ખેડુત તમને નિરાશ થઈને જણાવશે કે તેઓ હવે તાપમાન, હવામાન, વાતાવરણના ના વિષે સમજી શકતા નથી.
હા, તેઓ એટલું જરૂર સમજી શકે છે કે વાર્ષિક વરસાદના દિવસોની સંખ્યામાં ઘડાડો અને ગરમીના દિવસોની સંખ્યામાં વધારો થયો છે. 1960 માં જે વર્ષે ધોંડાબાઈ નો જન્મ થયો હતો, ત્યારે લાતુરમાં વાર્ષિક ઓછામાં ઓછા 147 દિવસ એવા હતા કે જયારે તાપમાન 32 ડિગ્રી અથવા તેના કરતા ઉપર પહોંચી જતું હતું એમ ન્યૂયોર્ક ટાઇમ્સના જળવાયું પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગના એક એપ પર મળતા આંકડા બતાવે છે. આ વર્ષે આ સંખ્યા 188 દિવસ થશે. ધોંડાબાઈ જયારે 80 વર્ષના થશે ત્યારે આ ગરમ દિવસોની સંખ્યા 211 થઈ જશે.
જયારે હું ગયા મહિને અંબુલ્ગામાં શુભાષ સીંદેના 15 એકર ખેતરની મુલાકાત લઇ રહ્યો હતો, ત્યારે એમણે કહ્યું હતું “વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે આપણે જુલાઈના અંત તરફ વધી રહ્યા છીએ.” ખેતરો વેરાન દેખાઈ રહ્યા હતા. માટી કથ્થાઈ હતી અને લીલોતરીનું કોઈ નામો નિશાન ન હતું. 63 વર્ષના શિંદેએ પોતાના સફેદ ઝભ્ભા માંથી એક રૂમાલ કાઢીને અને પોતાના માથા પરનો પરસેવો લૂછ્યો . “ હું સામાન્ય રીતે જૂન ના મધ્યમાં સોયાબીનની વાવણી કરું છું. પરંતુ આ વખતે, હું ખરીફ સીઝન થી સાવ દૂર રહીશ.”
તેલંગાનના હૈદરાબાદ થી દક્ષિણી લાતૂરને જોડનાર આ 150 કિલોમીટરના વિસ્તારમાં શિંદે જેવા ખેડૂત મુખ્ય રીતે સોયાબીનની ખેતી કરે છે. સિંદે જણાવે છે કે લગભગ 1998 સુધી જુવાર, અડદ અને મગ અહીંયાના મુખ્ય ખરીફ પાકો હતા. “તેને લગાતાર વરસાદ ની જરૂરિયાત હય છે. અમારે એક સારી ઉપજ માટે સમયસર વરસાદની જરૂરત છે.”
શિંદે અને બીજા કેટલાક લોકોએ વર્ષ 2000ની આસપાસથી અહીંયા સોયાબીન ની ખેતી શરૂઆત કરી હતી, કારણે કે તે કહે છે કે “ આ એક લવચીક પાક છે, જો હવામાન થોડુંક બદલાય તો તો આ નિષ્ફળ ના જાય. આનું આંતરરાષ્ટ્રીય બજારમાં પણ આકર્ષક હતું. ખેતીના (મોસમ ) અંતે અમે પૈસા બચાવામાં સફળ રહેતા હતા. આ ઉપરાંત સોયાબીનની લણણી પછી તેનું ઘાસ પશુઓના ચાર માટે ઉપયોગમાં લેવામાં આવતું હતું, પરંતુ છેલ્લા 10-15 વર્ષોથી સોયાબીન પણ અનિશ્ચિત વર્ષા ઋતુનો સામનો કરવામાં સક્ષમ રહ્યું નથી”
અને આ વર્ષે, "જેમણે તેમના પાકનું વાવેતર કર્યું છે તે હવે પસ્તાઈ રહ્યા છે," એવું લાતુર જિલ્લાના કલેક્ટર જી. શ્રીકાંત કહે છે. “કારણ કે શરૂઆતના વરસાદ પછી એક મોટો સમયગાળો વરસાદ વગરનો વીત્યો છે.” જિલ્લામાં કેવળ 64 ટકા વાવણી (દરેક પાકની) થઇ છે જયારે નીલંગા તાલુકામાં 66 ટકા. સ્પષ્ટ છે કે જિલ્લામાં કુલ પાકના 50 ટકાથી વધુ વિસ્તારમાં જેની વાવણી કરવામાં આવી છે તે સોયાબીનને સૌથી વધુ નુકસાન થયું છે.
લાતુર મરાઢાવાડના કૃષિ વિસ્તારમાં ગણાય છે. અહીંયા વાર્ષિક વરસાદ 700 મીમી થાય છે. આ વર્ષે અહીંયા 25 જૂનથી વરસાદનું આગમન થયું હતું અને ત્યારથી તેઅનિયમિત છે. જુલાઈને અંતમાં, શ્રીકાંતે મને જણવ્યું કે, આ સમયગાળામાં સામાન્ય વરસાદ કરતા 47 ટકા ઓછો વરસાદ છે.
સુભાષ શિંદે કહે છે કે 2000 ના દાયકાની શરૂઆતમાં, એક એકર સોયાબીનમાંથી 4000 રૂપિયાના ખર્ચે 10-12 કવીન્ટલની ઉપજ થતી . લગભગ બે દાયકા પછી સોયાબીનની કિંમત 1500 થી બમણી થઈને 3000 પ્રતિ કવીન્ટલ થઇ,પરંતુ ખેતીનો ખર્ચ ત્રણ ગણો થઈ ગયો અને પ્રતિ એકર ઉત્પાદન અડધું થઈ ગયું છે.
રાજ્ય કૃષિ માર્કેટિંગ બોર્ડ પાસે થી મળતી માહિતી પ્રમાણે શિંદેના અવલોકનોને સમર્થન આપે છે. બોર્ડની વેબસાઈડ પ્રમાણે 2010-11 માં સોયાબીનનું વાવેતર 1.94 લાખ હેક્ટર હતું, અને ઉત્પાદન 4.31 લાખ ટન હતું. 2016 માં સોયાબીનની વાવણી 3.67 લાખ હેક્ટરમાં કરવામાં આવી, પરંતુ તેનું ઉત્પાદન માત્ર 3.08 લાખ ટન હતું. વાવેતરમાં 89 ટકાનો વધારો થયો છે, પરંતુ ઉત્પાદનમાં 28.5 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે.
ધોંડાબાઈના પતિ 63 વર્ષના મધુકર હુલસુલકર હાલના દાયકાની બીજી એક વાત તરફ ધ્યાન દોરે છે. “વર્ષ 2012 થી જંતુનાશક દવાનો અમારો ઉપયોગ ઘણો વધી ગયો છે. ફક્ત આ વર્ષે, અમારે 5-7 વખત છંટકાવ કરવો પડ્યો છે" તેઓ કહે છે.
બદલાતી પૃષ્ઠભૂમિ પાર પ્રકાશ પડતાં ધોંડાબાઈ કહે છે કે, “પહેલા આપણે નિયમિતપણે સમડી, ગીધ અને ચકલી જોવા મળતી હતી, પરંતુ છેલ્લા 10 વર્ષથી એ બધાં અતિ દુર્લભ થતા જાય છે.”
લાતુર સ્થિત પર્યાવરણીય પત્રકાર અતુલ દેઉલગાંવકર ના કહેવા પ્રમાણે, "ભારતમાં જંતુનાશક દવાઓનો ઉપયોગ હજી પણ એક હેક્ટર દીઠ એક કિલોગ્રામથી નીચે છે". યુ.એસ., જાપાન અને અન્ય અદ્યતન ઔધોગિક દેશો 8 થી 10 ગણો વધારે ઉપયોગ કરે છે. પરંતુ તેઓ તેમના જંતુનાશકોનું નિયમન કરે છે, આપણે નથી કરતા. આપણા જંતુનાશકોમાં કેન્સરગ્રસ્ત તત્વો હોય છે, જે ખેતરની આજુબાજુનાં પક્ષીઓને અસર કરે છે. તેમને મારી નાખે છે."
શિંદે ઉત્પાદકતામાં ઘટાડા માટે વાતાવરણના બદલાતા ચક્રોને દોષી ઠેરવતા કહે છે, “ચોમાસાના ચાર મહિનાના સમયગાળા (જૂન-સપ્ટેમ્બર)માં અમારી પાસે 70-75 વરસાદના દિવસો હોય છે. વરસાદ ઝરમર ઝરમર લગાતાર અને ધીમે થતો રહે છે. છેલ્લા 15 વર્ષમાં, વરસાદના દિવસોની સંખ્યા અડધી થઇ ગયી છે. જયારે વરસાદ થાય છે ત્યારે હદ કરતા વધારે થાય છે. અને તેના પછી 20 દિવસ સુધી કોરું કાઢે છે. આવા વાતાવરણમાં ખેતી કરવી અસંભવ છે.”
ભારતના હવામાન વિભાગના લાતુર વિશેના આંકડાઓ એમના નિરીક્ષણોને સમર્થન આપે છે. 2014 માં, ચોમાસાના ચાર મહિનામાં વરસાદ 430 મીમી હતો. પછીના વર્ષે, 317 મીમી હતી. 2016 માં, આ જિલ્લામાં ચાર મહિનામાં 1,010 મીમી વરસાદ થયો. 2017 માં, તે 760 મીમી થયો. ગયા વર્ષે ચોમાસાની ઋતુમાં લાતુરમાં 530 મીમી વરસાદ પડ્યો હતો, જેમાંથી 252 મીમી જૂનના એક મહિનામાં આવ્યો હતો. જે વર્ષો દરમિયાન જિલ્લામાં સામાન્ય વરસાદ થાય છે ત્યારે પણ તેનો ફેલાવ અસમાન હય છે.
ભૂગર્ભજળ સર્વેક્ષણ અને વિકાસ એજન્સીના વરિષ્ઠ ભૂસ્તરશાસ્ત્રી ચંદ્રકાંત ભોયરે જણાવ્યું છે કે, “મર્યાદિત સમયમાં મુશળધાર વરસાદથી માટીનું ધોવાણ થાય છે. તેના બદલે, સતત ઝરમર ઝરમર વરસાદ ભૂગર્ભજળના સંગ્રહમાં મદદ કરે છે."
શિંદે લાંબાગાળા સુધી ભૂગર્ભજળ પર નિર્ભર નહીં રહી શકે કારણ કે તેમના ચાર બોરવેલ સુકાઈ ગયા છે. "અમને 50 ફૂટની ઊંડાઈમાં પાણી મળી જતું હતું, પરંતુ હવે 500 ફૂટ ઉંડા બોરવેલમાં પણ પાણી નથી."
જેનાથી બીજી સમસ્યાઓ ઉભી થઇ રહી “છે. "જો અમે પૂરતા પ્રમાણમાં વાવણી ન કરીએ તો પશુઓ માટે ઘાસચારો નહીં મળે." શિંદે કહે છે “પાણી અને ઘાસચારો વિના ખેડુતો પોતાનું પશુધન જાળવી શકતા નથી. 2009 સુધી મારી પાસે 20 પશુઓ હતા. આજે, ફક્ત નવ."
શિંદેની 95 વર્ષના જોમવંતા અને સચેત માતા, કાવેરીબાઈ પગ વાળીને જમીન ઉપર બેઠા છે, અને તેમને ઉભા થવા માટે કોઈની મદદની જરૂર નથી. તે કહે છે, “જ્યારથી લોકમાન્ય તિલક 1905 માં અહીં પહેલવહેલું કપાસ લાવ્યા તે સમય થી લાતુર કપાસનું કેન્દ્ર છે. . તેની(કપાસ) ખેતી કરવા માટે પૂરતો વરસાદ પડતો હતો. આજે સોયાબીન તેનું સ્થાન લીધું છે.”
શિંદે ખુશ છે કે તેની માતાએ આશરે બે દાયકા પહેલાં - કરાના તોફાનો શરૂ થયા પહેલા સક્રિય વાવેતર છોડી દીધું હતું. “તે થોડીવારમાં ખેતરની જમીનને તબાહ કરી દે છે. સૌથી વધુ પીડિત લોકો તે છે જેઓ બગીચા ધરાવે છે."
આ સરખામણીએ ઉત્તમ દક્ષિણના પટ્ટામાં, બગીચા ઉગાડનારાઓને વધારે અસર પડી છે. મધુકર હુલસુલકર કહે છે, "આ વર્ષે છેલ્લા કરા એપ્રિલમાં પડ્યા હતા.” તેઓ મને તે બાગમાં લઈ ગયા, જ્યાં ઝાડના થડ પર ઘણા પીળા ડાઘાઓ દેખાય છે. “મારા 1.5 લાખના ફળો બરબાદ થઇ ગયા. 2000 ની અંદર અમે 90 ઝાડો ની સાથે શરૂઆત કરી હતી, તેમાંથી આજે અમારી પાસે 50 જેટલા ઝાડ વધ્યા છે." હવે તે બગીચાને છોડવાનું વિચાર કરી રહ્યા છે કારણ કે "કરાઓ અનિવાર્ય બની ગયા છે."
લાતૂરમાં એક સદીથી વધુ સમય દરમિયાન પાકની પદ્ધતિમાં ઘણા બદલાવ જોવા મળ્યા છે. એક સમયે જ્યાં જુવાર, અન્ય બાજરીઓ અને મકાઈનું વર્ચસ્વ હતું, ત્યાં 1905 થી મોટા પ્રમાણમાં કપાસની ખેતી થવા લાગી.
પછી 1970 થી શેરડી, થોડા સમય માટે સૂર્યમુખી અને 2000 થી મોટા પાયે સોયાબીનની ખેતી કરવામાં આવી. શેરડી અને સોયાબીનનો ફેલાવો એકદમ જોવાલાયક હતો. 2018-19માં શેરડીનું 67,000 હેકટરમાં વાવેતર થયું હતું. (વસંતદાદા સુગર ઇન્સ્ટિટ્યૂટ, પુણેના આંકડા પ્રમાણે). 1982 માં લાતુરમાં ખાંડની એક ફેક્ટરી હતી જે આજે વધીને 11 છે. રોકડ પાકના કારણે મોટા પ્રમાણ માં બોરવેલ બનવા લાગ્યા -તેની કોઈ ગણતરી નથી- અને ભૂગર્ભ જળનું તીવ્ર પ્રમાણ માં શોષણ થવા લાગ્યું. ઐતિહાસિક રૂપે બાજરીઓ માટે અનુકૂળ માટીમાં 100થી વધુ વર્ષોમાં રોકડ પાકની ખેતીનો પાણી,માટી,ભેજ અને વનસ્પતિ ઉપર પ્રભાવ પડ્યો છે.
રાજ્ય સરકારની વેબસાઈડ પ્રમાણે લાતુરમાં હવે 0.54 ટકા જંગલ બચ્યું છે જે મરાઠવાડા વિસ્તારના 0.9 ટકાથી પણ ઓછું છે.
“પરંતુ મોટા વિસ્તારમાં અલગ અલગ પ્રક્રિયા વચ્ચે કંઈક ને કંઈક સંબંધ જરૂર છે. અને આ એક પહેલીની માફક છે કે પાકમાં મોટો બદલાવ અને જમીનના ઉપયોગ માં મોટો પરિવર્તન અને ઉધોગીના કારણે ખરાબ હવામાન અને કરા પડવાનું જોવા મળે છે. જો માનવીય પ્રવૃત્તિને નિંદા કરી શકાતી નથી, પરંતુ આપણે જોઈ રહ્યા છીએ તેમ આબોહવાની અસંતુલન માટે ચોક્કસપણે નોંધપાત્ર કદમાં ફાળો આપે છે."
આ દરમ્યાન, ખરાબ હવામાનના વધી રહેલા દિવસોથી લોકો ચોંકી ઉઠ્યા છે.
"દરેક કૃષિ ચક્ર ખેડુતોને વધુ તાણમાં મુકે છે," ગુણવંત હુલસુલકર કહે છે. “ખેડુતોની આત્મહત્યા પાછળનું આ પણ એક કારણ છે. મારા બાળકો માટે સરકારી કચેરીમાં કારકુન તરીકે કામ કરવું વધુ સારૂ હશે.” ખેતી પ્રત્યેનો તેમનો દ્રષ્ટિકોણ આબોહવા સાથે બદલાઈ રહ્યો છે.”
સુભાષ શિંદે કહે છે કે, “કૃષિ હવે વધુને વધુ સમય, શક્તિ અને પૈસાનો વ્યય કરતી લાગે છે.” તેમની માતાના સમયમાં તે જુદું હતું. લાગણીશીલ કાવેરીબાઈ કહે છે, "ખેતી એ અમારી પ્રાકૃતિક પસંદગી હતી."
જ્યારે હું નમસ્તે કહીને કાવેરીબાઈથી વિદાય લીધી, તો તેમણે મારાથી હાથ મિલાવ્યો. “ પાછલા વર્ષે મારા પોત્ર એ પૈસા બચાવીને મને હવાઈ યાત્રા કરાવી હતી,” તેઓ ગર્વ થી હસીને કહે છે. “વિમાનમાં કોઈ એ મારું સ્વાગત આ રીતે કર્યું હતું, હવામાન બદલાય રહ્યું છે મને લાગ્યું કે અમારા સ્વાગત કરવાની આદત પણ બદલવી જોઇએ”
કવર ફોટો (લાતુરમાં કરાના તોફાનથી નુકસાન): નિશાંત ભદ્રેશ્વર.
PARIનો વાતાવરણના ફેરફારો વિષે રાષ્ટ્રીય અહેવાલો એકત્રિત કરવાનો આ પ્રયાસ સામાન્ય માણસોના આવાજમાં અને એમના જીવનના અનુભવોને લક્ષમાં રાખી નિરૂપવાની પહેલ કરવા બદલ અપાતી UNDPની સહાયનો ભાગ છે.
આ લેખ ફરી પ્રકાશિત કરવો છે? મહેરબાની કરીને સંપર્ક કરો: zahra@ruralindiaonline.org અને cc મોકલો: namita@ruralindiaonline.org
અનુવાદ: મહેદી હુસૈન